RMS Hospital Main Links of RMS Hospital Quality Care at Resonable Cost in Healing Environmet in RMS Hospital

 


શ્રેષ્ઠ કક્ષાની મેડિકલ સારવાર -- અત્યંત વાજબી ખર્ચે



             આ હોસ્પિટલ ભાવનગર-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ધંધુકા ખાતે વ્યૂહાત્મક રીતે બનાવામા આવેલ છે. આસપાસના આશરે ૪૫૦ જેટલાં ગામડાઓના અને નજીકના લાખો મુસાફરોને આ હોસ્પિટલની સેવાઓનો લાભ મળે છે. આ ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ એક અતિ આધુનિક હોસ્પિટલ શરૂ થાય તે, અને અત્યંત કિફાયતી દરે ગામડના લોકોની જરૂરી સેવા-સારવાર થઇ શકે તે છે.

           ધુંધુકામા હોસ્પિટલનો આરંભ કરવાના ટ્રસ્ટના નિર્ણયથી સુંદર છાપ ઉભી થઇ છે. એના પરિણામે અનેક જીવો બચાવી શકાયા છે. ઉંચી કક્ષાની મેડિકલ સારવારનો અભાવ અને અસંખ્ય માર્ગ અકસ્માતોની પરિસ્થિતિને ધ્યાનમા રાખીને જ આ હોસ્પિટલ ઉભુ કરાયુ છે. હજારો માણસોને આ હોસ્પિટલે સુરક્ષા પૂરી પાડી છે. અગાઉ, સામાન્ય કે ગંભીર પ્રકારની પરિસ્થિતિમા લોકોને અમદાવાદ કે ભાવનગર તરફ ૧૦૦ કિ.મી.થી પણ વધુ મુસાફરી કરવી પડતી. આના પરિણામે ઘણા લોકોને હ્રદયની બીમારી, હાર્ટ-એટેક, ડાયાબિટીસ, ઉચો કોલેસ્ટ્રોલ અને અન્ય અનેક ચેપી રોગોનુ નિદાન પણ શક્ય બનતુ ન હતુ. આર.એમ.એસ. હોસ્પિટલ હવે ઉચી કક્ષાની મેડિકલ સારવાર આપવા પર અને લોકો તેમના સ્વાસ્થ્ય માટે જાગ્રત બને તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યુ છે.

About RMS Hospital
             શહેરીજનો માટે ચોવીસ કલાકની શ્રેષ્ઠ સારવાર મળવી મુશ્કેલ હોતી નથી; પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકોને તો પાયની મેડિકલ સારવાર મવી પણ કઠીન હોય છે. માત્ર ઉચ્ચ કક્ષાની સારવાર ન મળવાના કારણે રોજેરોજ કેટલાયે લોકો પૂરુ આયુષ્યભોગવી શકતા હોતા નથી. એકવીસમી સદીમા આપણે આવું કેમ ચલાવી શકીએ ?

           શહેરોની આસપાસ રહેતા નાના કસ્બાના અને ગામડાંઓના લોકોના સ્વાસ્થ્યની સતત ચિંતા અને તેમને ઉચા દરજ્જાની મેડિકલ સારવાર આપવાની તમન્નાને લીધે મારું સ્વપ્ન આખરે સાકાર થયુ. મોણપરા પરિવાર અને અમેરિકાસ્થિત તેમજ ભારતના મારા મિત્રોની સહાયને લીધે જ આ સ્વપ્ન એક સુંદર વાસ્તવિકતામાં પરિણમ્યું. અનેક ઉદાર દાતાઓ અને પરિશ્રમી લોકોના સંયુક્ત પ્રયાસને લીધે શ્રી સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશન સન ૨૦૦૪મા અસ્તિત્વમાં આવ્યું. અને પછી માત્ર   ૨ વરસના ટૂંકા ગાળામાં ઉદઘાટિત થયું, એક અતિ આધુનીક      આર. એમ. એસ. હોસ્પિટલ સ્વરૂપે.

નાગજીભાઇ જે. સુતરિયા

ફાઉન્ડેશન ટ્રસ્ટી

Our Organization Hospital Working with us Our Alliance Doctors Departments Facilities RMS Hospital RMS Hospital